રાજકોટ
ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ પહેલી જૂનના રોજ તેમના જન્મદિવસને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. તેમણે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ ને અનુસરીને મારૂતિ દ્વારા કોવિડ-૧૯ના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ૫૪ બાળકોને વ્યક્તિગતપણે રૂ.૧૧હજાર લેખે કુલ રૂ. ૫,૯૪,૦૦૦ની સહાય પૂરી પાડી છે અને જરૂરિયાતમંદોને મદદ કરવા સમાજને એક નવી રાહ ચીંધી છે. વ્યાપારિક પ્રવૃત્તિની સાથોસાથ સામાજિક જવાબદારી નિભાવવામાં અમારી હંમેશા અગ્રેસર રહી છે. જયારે પીએમ મોદીએ કોવીડ-૧૯ને લીધે અનાથ થયેલ દરેક બાળકના ખાતામાં ૧૦ લાખ જેવી માતબર રકમ તથા અન્ય સહાય આપતા હોય ત્યારે અમોને પણ આ સેવાકાર્યમાં સહભાગી થવાનો વિચાર આવ્યો હતો. મારા પપ્પાના જન્મદિવસે અમે અનાથ બાળકોને સહાય પૂરી પાડવાનો ર્નિણય લીધો હતો. જેથી અમારી કંપની વતી રૂ. ૫,૯૪,૦૦૦નું યોગદાન કોવિડ-૧૯ના લીધે અનાથ થયેલા બાળકોને અર્પણ કર્યું છે.


