Gujarat

સાક્ષર નગરી નડીઆદનું ગૌરવ દીકરી જૈના પટેલ.

      ખુબજ નાની ઉંમરે કરાટે કોમ્પિટિશનમાં રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ મેળવનાર દીકરી જૈના મિહિર પટેલ પર ચારે તરફથી અભિનંદનો વરસાદ વરસી રહ્યો છે.
જૈના મિહિર પટેલ ઉંમર ફક્ત આઠ વર્ષ બ્લેક બેલ્ટ અંડર ૧૪ ગત ૧૯.૦૫.૨૦૨૨ ના રોજ મહેસાણા જીલ્લાનાં તાલુકા મથક કડી મુકામે ખેલ મહાકુંભ અંતરગત રાજ્ય કક્ષાની  સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં જૈના મિહિર પટેલે અંડર ૧૪ માં સિલ્વર મેડલ મેળવી નડિયાદ તેમજ સમગ્ર જિલ્લાની સાથે આર કે માર્સલ આર્ટનું નામ રોશન કરેલ છે.
   આર કે માર્સલ આર્ટના ટ્રેનર રશ્મિનભાઈ પટેલ અને તેમની ટિમ મેનેજમેન્ટના કઠોર પરિશ્રમ દ્વારા અનેક દીકરા દિકરીઓને  માર્સલ આર્ટસની ટ્રેનિંગ નિસ્વાર્થ ભાવે આપવામાં આવી રહી છે. વધુ માં તેમની સાથે ટેલિફોનિક ચર્ચામાં જાણવા મળ્યુ હતું કે ખાસ કરીને દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટે તેઓ માર્સલ આર્ટની ટ્રેનિંગ આપવા બાબતે ઉત્સાહ દર્શાવે છે.
ખરેખરમાં એક માર્સલ આર્ટના ટ્રેનર તરીકે રશ્મિનભાઈ પટેલ અગત્યની ભૂમિકા ભજવી દરેક સમાજના દીકરા દિકરીઓ માટે તેઓ એક આશાની કિરણ સમાન છે.

IMG-20220520-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *