રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના ખાસ કરીને અંતરીયાળ અને છેવાડાના ગામોના દદીૅઓને તથા સગર્ભા બહેનોને ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ તેઓની નાણાકીય વર્ષ :૨૦૨૦-૨૧ની ગ્રાન્ટમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર – કપડવંજને એમ્બ્યુલન્સ વાનની ફાળવણી કરી હતી. જેને ધારાસભ્ય કાળુસિંહ ડાભી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ એલ. (લક્ષ્મણસિંહ) એસ. ઝાલા, કપડવંજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નલિનસિંહ રાઠોડ, કપડવંજ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન રાઠોડ, કપડવંજ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ કૈલાસબેન નવલસિંહ ઝાલા, કપડવંજ તાલુકા પંચાયત તથા કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂવૅ પ્રમુખ એમ. ટી. ઝાલા, એડવોકેટ ઇન્દ્રજીતસિંહ ચૌહાણ, કપડવંજ શહેર કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ ખાલિદભાઇ મલેક, કપડવંજ તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ ઇલમુદીન કાઝી, કપડવંજ તાલુકા તથા શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકરો રાજુભાઇ રાઠોડ (મેનપુરા), તુલસીભાઇ પટેલ, દિલીપસિંહ ચૌહાણ – વાઘજીપુર, અનીશ સિદીકભાઇ શેખ, આસીફઅલી સૈયદ, જીગીશાબેન પરમાર, પ્રકાશભાઇ નાયક, મહેન્દ્રભાઇ નાયક સહિત સામુહિક આરોગ્ય કેન્દ્રનો મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


