જેતપુરના પીઠડિયા ગામે કારખાનેદારને આંતરી છ શખસનો ધોકા-પાઈપથી હુમલો
જેતપુર તાલુકાના પીઠડિયા ગામે કારખાનેદાર યુવાનને રસ્તામાં આંતરી છ શખસોએ પાઈપથી હુમલો કરી પગ ભાંગી નાંખ્યો હતો.પોલીસે રાયોટિંગ.નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં કણકિયા પ્લોટમાં રહેતો અને પીઠડિયા ગામે ગીરનાર પાર્ક વિસ્તારમાં આર.કે.હેન્ડ ફિનીશિંગ નામનું કારખાનું ધરાવતા રોનક પ્રવિણભાઈ ખાચરિયાયા (ઉ.વ .૨૮ ) નામનો યુવાન ગઈ કાલે બપોરે કારખાનેથી બાઈક લઈ ઘરે આવવા નીકળ્યો ત્યારે ત્યાં નજીક શ્રીજી હેન્ડ ફિનીશિંગ કારખાના પાસે પહોંચતા પીઠડિયા ગામના બકુલ ખોડા રાઠોડ , પ્રવિણ ખોડા રાઠોડ ,અશોક બકુલ રાઠોડ,ભાવેશ પ્રવિણ,પ્રતાપ ધુધા અને વિક્રમ રસ્તામાં આંતરી બાઈકમાંથી ઉતારી જમીન ઉપર પછાડી દઈ તમામ શખસો ધોકા – પાઈપથી તૂટી પડ્યા હતા દરમિયાન લોકો એકઠા થઈ જતાં આરોપીઓ નાશી છૂટયા હતાં ઈજાગ્રસ્ત કારખાનેદારને સારવાર માટે પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો આરોપીઓએ કારખાનેદારના ભાઈ રૂત્વીકને પણ રસ્તામાં રોકી માર માર્યો આ અંગે વિરપુર પોલીસે રોનક ખારચિયાની ફરિયાદ પરથી આરોપીઓ સામે રાયોટિંગ,ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે
હરેશ ભાલીયા જેતપુર
