Gujarat

સાવરકુંડલાના કોંગ્રેસ અગ્રણી હસુભાઈ સૂચકની અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક થતાં સાવરકુંડલા સમેત સમગ્ર અમરેલી જિલ્લામાં હરખની હેલી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
 સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ ચેરમેન , નાગરિક બેંકના પૂર્વ એમ.ડી. અને હાલ સાવરકુંડલા કોંગ્રેસ પક્ષ કાર્યકારણી પ્રમુખ  શ્રી હસુભાઈ સૂચકની અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નિમણુંક થતાં તેનાં સમગ્ર ચાહક વર્ગ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભૂતકાળમાં શ્રી હસુભાઈ સૂચક દ્વારા કોંગ્રેસ પક્ષમાં તેમજ નગરપાલિકા શાસનમાં જે જોમ અને જુસ્સાથી કાર્યો થયાં છે તેને યાદ કરતાં જ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર તથા  સમગ્ર મિત્ર વર્તુળમાં આનંદની લાગણી પ્રસરી છે,ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મજબૂત કરશે .કોંગ્રેસ પક્ષ દ્વારા યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની નિમણુક કરી એક નવી રણનીતિની શરૂઆત કરી બદલ  શ્રી સૂચક નાં ચાહક વર્ગ અને બહોળા મિત્ર વર્ગમાં એક હરખની હેલી આવી હોય એવું વાતાવરણ સમગ્ર અમરેલી જિલ્લામાં ઊભું થયેલું જોવા મળે છે

IMG-20220217-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *