Gujarat

સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે. આ મહોત્સવની ભવ્ય ઉજવણી માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા નદીકાંઠે આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ અર્થાત્ મહાપ્રભુજી બેઠકજી ખાતે અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધિપતિ નિ. લી. પૂ. પા. ગૌ. ૧૦૮ શ્રી વૃજજીવનલાલજી મહારાજશ્રી તથા પૂ.પા. ગૌ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી પૂ. પા. ગૌ. ૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી (પૂ. રાજુબાવાશ્રી) ની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મો પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સંવત ૨૦૨૭ ચૈત્ર વદ ૧૧ ને મંગળવાર તા. ૨૬-૪-૨૦૨૨ ના દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ અલૌકિક ઉત્સવમાં ચૈત્ર વદ ૧૧ ને મંગળવારે નીચેના માંગલિક પ્રસંગો પલના સવારે ૯-૩૦ વાગ્યે, નંદ ઉત્સવ સવારે ૧૦ વાગ્યે, રાજભોગમાં તિલક આરતી બપોર ૧૧-૩૦ મહાપ્રસાદ બપોરે ૧ વાગ્યે રહેશે.
આ ઉત્સવના મુખ્ય મનોરથી પ. ભ. ગૌ. વા. નર્મદાબેન દુર્લભજીભાઈ ચુડાસમા પ. ભ. ગૌ. વા. મુકેશભાઈ રસીકભાઈ ચુડાસમા, હ. પ. ભ. રસિકભાઈ ચુડાસમા, પ. ભ. આશાબેન રસિકભાઈ, પ. ભ. નિલમબેન આશિષભાઈ, પ. ભ. કિરણબેન ધર્મેશભાઈ , લુહાર રાજા ગોરધન એન્ડ કંપની (કાંટાવાળા) એ આ મહામૂલો લાભ લીધો છે. આ બેઠકજીમાં નાના બાળકો માટે શ્રી વિઠ્ઠલેશ પાઠશાળા પણ દર રવિવારે શરૂ છે. આ વીઠલેશ પાઠશાળા સાવરકુંડલાના સંચાલક તરીકે શ્રી મુકુંદભાઈ ચંદારાણા, શ્રી રીટાબેન ખંધેડીયા તથા સહાયક તરીકે શ્રી અંતુભાઈ બકરાણીયા, શ્રી રવિભાઈ મશરૂ, શ્રી વિપુલભાઈ વાળા સેવા બજાવી રહ્યા છે. વૈષ્ણવનાં બાળકો માટે ધાર્મિક સંસ્કારો કેળવવા માટે આ એક અમૂલ્ય વારસો જ ગણાય.
આ પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી માટે શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટના વ્યવસ્થાપક સમિતિના શ્રી વિજયકુમાર વસાણી સમેત તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *