Gujarat

સાવરકુંડલા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો તાલુકાના ગામડાઓ તેની ચુનંદા ટીમ સાથે ખૂંદવા લાગ્યા છે. લોકમિજાજના અસલી પરિચય માટે તે આવશ્યક પણ છે. 

સાવરકુંડલા તા.
( બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકામાં આમ આદમી પાર્ટી હવે ગામડાઓ ખૂંદવા લાગી. આમ પણ લોકસેવક તરીકે લોકોની મુશ્કેલીઓ અને સમસ્યાઓ જાણવા માટે પણ સીધો લોકસંપર્ક ખૂબ જરૂરી છે ગ્રાસ રૂટ લેવલ અને જમીની હકીકત જાણવા અને તેનાં નિરાકરણ માટે યોગ્ય ઉકેલ શોધવા માટે પણ લોકનેતાએ એ.સી. ચેમ્બરમાંથી બહાર આવી ગામડા અને શહેરોના ખૂણે ખૂણે ચોરે ચૌટે લોકોના મનની વાતો જાણવી પડે. માત્ર ભાષણ કે અખબારી નિવેદન આપવાથી લોકોના મનમાં રહેલી પીડાને જાણી શકાતી નથી.. લોકનેતાએ તો લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુખી એ ભાવના સાથે સામાજિકતા કેળવવી પડે છે. ત્યાં ટેકેદારો કરતાં લોકો અગ્ર સ્થાને હોય એટલે લોકમિજાજ નો અસલી પરિચય મળી શકે. આમ આદમી પાર્ટી સાવરકુંડલા તાલુકાના યુવા ટીમના સભ્યો સાવરકુંડલા આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ શ્રી ભરતભાઈ નાકરાણી સાથે ખભે ખભા મિલાવીને શહેર અને તાલુકાની ટીમ હવે ગામડા ખૂંદવા લાગી છે. આમ પણ ચૂંટણી પહેલાં જ લોકસંપર્ક થાય તો લોકમાનસનો સ્પષ્ટ અંદાજ પણ આવી શકે. સાવરકુંડલા તાલુકાના, જુના સાવર, ક્રાંકચ, જેવા અન્ય ગામોની પણ માત્ર મુલાકાત નહીં પરંતુ સીધો લોકસંપર્ક થશે તેવું પ્રાથમિક અનુમાન છે. હાલ લોકોના મન તો અકળ છે. પરંતુ લોકમિજાજનો  અંડરટોન સુશાસન, સારું શિક્ષણ, આરોગ્ય સેવા અને રોજગારી ઝંખે છે.

IMG-20220527-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *