સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજે સોનલ બીજ નિમિત્તે ભુવા ગામમાં સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સોનલમાના ફોટાની સ્થાપના અને પૂજન, ચા પાણી વિતરણ, પ્રસાદી વિતરણ, ગાયમાતાને નિરણ અને શોભાયાત્રા દરમિયાન ભાવિકો પણ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે આનંદવિભોર થતાં જોવા મળ્યાં હતાં આ તકે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.


