Gujarat

સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે મહુવા રોડ ગિરધરવાવ પાસે આવેલા કેળવણીના ધામ સમા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે  બંધારણ સપ્તાહ નિમિત્તે કાનૂની સમજ માટે શિબિર યોજાઇ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હાઈકોર્ટેના આદેશ અનુસાર બંધારણ દિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ ૩૦-૧૧-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા તાલુકા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન મહુવા રોડ પર ગિરધરવાવ પાસે આવેલા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ. આ તકે આ શાળાના વિદ્યાર્થીઓને બંધારણના મૂળભૂત હકો અને ફરજો સંદર્ભે સાવરકુંડલા શહેરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી નમ્રતાબેન પડીયા  દ્વારા  આ શાળાના વિદ્યાર્થીઓને તલસ્પર્શી સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. સાંપ્રત સમયમાં બંધારણની મૂળભૂત હકો અને ફરજોની સમજ આપવાની પ્રશંસનીય કામગીરી તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી એસ. એમ. ટાંકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. શિબિરની શુભ  શરૂઆત આ શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ બોરીસાગર દ્વારા મહાનુભાવોનું સ્વાગત શબ્દ ગુચ્છ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી અને વકતાઓને ખૂબ ધ્યાનથી સાંભળ્યા હતાં. આભારવિધિ આ શાળાના સંનિષ્ઠ શિક્ષક જનકારભાઈ  દ્વારા કરવામાં આવેલ.

IMG-20221130-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *