Gujarat

સાવરકુંડલા. તા.  (બિપીન પાંધી દ્વારા)  સુપ્રસિદ્ધ પાળીયાદ જગ્યાના મહંત ભયલુબાપુએ સેવક સમુદાય સાથે સાવરકુંડલા માનવમંદિરની મુલાકાત લીધી..

સાવરકુંડલા માનવ મંદિરમાં પૂજ્ય ભક્તિબાપુની નિશ્રામાં રખડતાં ભટકતાં નિરાધાર ૬૦ મહિલાઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે ડોક્ટર વિવેક જોશીની નિગરાનીમાં નિયમિત દવાઓ આપવામાં આવી રહી છે આવી અનોખી અને અદભૂત સેવા કરતી સાવરકુંડલા પાગલ આશ્રમ માનવ મંદિર સંસ્થાની મુલાકાતે સુપ્રસિદ્ધ પાળિયાદની જગ્યાના મહંત ભયલુબાપુને સેવક સમુદાય સાથે મુલાકાત લીધી હતી માનવ મંદિર વિશે અને તેમની સેવા વિશે ભક્તિબાપુ પાસેથી જાણકારી મેળવી હતી ઉપરાંત મનોરોગી બહેનો સાથે પણ વાતચીત કરી હતી અને માનવમંદિર ખાતે આવેલી ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી ઉપરાંત સાંજનું ભોજન ભયલુબાપુ મનોરોગી બહેનોને જાતેજ પીરસ્યું હતું. ભયલુબાપુના સેવક સમુદાયમાં જાબાળથી ભયલુ ભાઇ ખુમાણ હાથસણીના સરપંચ શિવરાજભાઈ ખુમાણ સાવરકુંડલાથી મયુરભાઈ ખાચર પ્રવીણભાઈ કોટીલા સાથે રહ્યાં હતાં.

IMG-20220212-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *