Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ આજથી પુનઃ તેની સેવામાં કાર્યરત થયાં.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ જોગ જાહેર કરેલ સંદેશ મુજબ તારીખ ૧૫ ઓક્ટોબરથી નગરપાલિકા કર્મચારીઓનો પોતાની પડતર માંગણીઓના ન્યાયિક ઉકેલ ન મળવાથી હડતાળ પર ઉતર્યા હતા. આ સંદર્ભે હાલ દિવાળી જેવું મહાપર્વ હોય લોકોને નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી આવશ્યક સેવાઓ ખોરવાઇ એ નગરપાલિકા મહામંડળને પણ મંજૂર ન હોય લોકોને પડેલી હાલાકી માટે ક્ષમા માગી હતી અને હવે પછી આગામી કાર્યક્રમોની દિવાળી પછી જાહેર કરવામાં આવશે. હાલ તારીખ ૨૦-૧૦-૨૦૨૨ થી નગરપાલિકાની તમામ કર્મચારીઓ તેની ફરજ મુજબ કામગીરી શરૂ કરી છે. આગામી સમયમાં મહામંડળ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવશે તે  મુજબ રહેશે. પરંતુ હાલ દિવાળીના દિવસોમાં લોકોને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ જાહેર સેવાઓ આજથી પુનઃ ચાલુ કરી છે. પોતાની વ્યાજબી માંગણી સંદર્ભે કર્મચારી દ્વારા હડતાળ દરમિયાન લોકોને પડેલી તકલીફ બદલ તમામ સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓએ દિલગીરી પણ વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *