Gujarat

સાવરકુંડલા માનવ મંદિર ખાતે લાયન્સ ક્લબ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓની તાલીમ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
 આ શિબિરમાં મુગ્ધા અવસ્થા થી મૂંઝવણ તેમજ શિક્ષણને પ્રભાવશાળી અસરકારક અને સરળ ભાષામાં બાળક સુધી કેમ પહોંચાડવું ..કેમ તેના માનસ ઉપર અસર થાય તે રીતે રજુ કરવું તે બાબતની ટ્રેનિંગ ખાસ ટ્રેનર યોગેશ પોટા દ્વારા આપવામાં આવી રહી છે આ આ ત્રણ દિવસીય તાલીમ શિબિર સાવરકુંડલા માનવ મંદિર ખાતે આજથી શરૂ કરવામાં આવી છે માનવ મંદિરના ભક્તિ બાપુના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત સાવરકુંડલા લાયન્સ ક્લબના પ્રમુખ કરસન ડોબરિયા સહિતના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયત અને શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓએ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવવા ખાસ પ્રયાસો હાથ ધર્યા હતા આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલ દુધાત કાર્યક્રમનાં ઉદઘાટક માનવ મંદિર ના ભક્તિ બાપુ એ ખાસ કાર્યક્રમ વિશે અને તેની અસરકારકતા વધે તે બાબતની વાત કરી હતી..

IMG-20220106-WA0240.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *