Gujarat

સાવરકુંડલા મુકામે અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા શહેર ભાજપ અનુ. મોરચાની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા મુકામે અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચાના પ્રમુખશ્રી કેશુભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા શહેર ભાજપ અનુ. મોરચાની પ્રથમ કારોબારી મિટિંગનું સફળ આયોજન થયેલ હતુ, આ મિટિંગ આગામી વિધાનસભાની ચૂંટણી અનુસંધાને એક મજબુત રણનિતી તૈયાર કરવામાં આવેલ હતી અને આગામી ચુંટણીમાં સાવરકુંડલા વિધાનસભાની જીત ભાજપના શિરે બાંધવા માટે સાવરકુંડલા શહેર ભાજપ અનુ. મોરચાની મહત્વની ભુમિકા રહેશે. આ મિટિંગમાં અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચાના અધ્યક્ષશ્રી કેશુભાઈ વાઘેલા, ભાવનગર જિલ્લા ભાજપ અનુ. મોરચાના પ્રભારીશ્રી  વીરજીભાઈ બોરીચા, જિલ્લા મોરચાના મંત્રીશ્રી રણજીતભાઈ વાળા, સાવરકુંડલા શહેર ભાજપ અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ સાવજ, શહેર ભાજપ મંત્રીશ્રી હર્ષદભાઈ પરમાર, સાવરકુંડલા શહેર ભાજપ અનુ. મોરચાના પ્રમુખશ્રી હસુભાઈ ખેતરીયા, ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વેગડા, મહામંત્રીશ્રી લલિતકુમાર મારૂ, મંત્રીશ્રી જયંતિભાઈ હેલૈયા, કોષાધ્યક્ષશ્રી જેરામભાઈ વાળા, અને કારોબારી સભ્યોશ્રીઓ કાનજીભાઈ રાઠોડ, રામજીભાઈ સરવૈયા, ધીરજભાઈ બગડા, ધીરૂભાઇ વાળા, દિપક્ભાઈ મારૂ, હિરેનભાઈ દાફડા, ધીરજભાઈ મારૂ, કેતનભાઈ મારૂ, નરેશભાઈ વિંઝુડા, ગૌતમ ચૌહાણ, મુકેશભાઈ રાઠોડ, બિપીનભાઈ રાઠોડ,  ગૌતમભાઈ રાઠોડ, રાહુલભાઈ પરમાર વગેરે ઉપાસ્થિત રહ્યાં હતા, આ કાર્યક્રમની કમાન મહામંત્રીશ્રી લલિતકુમાર મારૂ દ્વારા સંભાળવામાં આવેલ હતી

IMG-20220326-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *