Gujarat

“સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ભુવા ગામની ખારી નદીમાંથી ગેરકાયદેસર કવોરીલીઝ/રોયલ્ટી પાસ વગર સાદી રેતી(ખનિજ) નુ ખનન કરી વહન કરતા ર ઇસમો ને ટ્રેકટર ટ્રોલી તથા રેતી કુલ મુદામાલ ૫,૨૮,૫૦૦/- સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ની ટીમ”

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ, ભાવનગર તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી, અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર, ધારી સર્કલ નાઓએ રેન્જ ડિસ્ટ્રીક્ટડિવીઝન/સર્કલ મા પસાર થતી નદીઓના માંથી ગેરકાયદેસર કવોરી લીઝ રોયલ્ટી પાસ વગર સાદી રેતી(ખનિજ) નુ ખનન કરી વહન કરી રેતી ચોરી કરી પર્યાવરણને નુકશાન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા અને રેતી ચોરી સદંતર નાબુદ કરવા માટે સુચના આપેલ હોય,
જે અન્વયે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એનએ.વાઘેલા સાહેબ ના રાહબારી હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ના ભુવા ગામે ખારી નદિ માથી અમુક ઇસમો ગેરકાયદેસર કવોરીલીઝ/રોયલ્ટી પાસ વગર સાદી રેતી(ખનિજ) નુ ખનન કરી વહન કરી રેતી ચોરી કરતા નિચે મુજબ ના આરોપીઓ ને મુદામાલ સાથે પકડી પાડી તેઓની સામે સાવરકુંડલા રૂરલ પોસ્ટે એ પાર્ટ ગુરનં ૩૪૧/૨૦૨૨ ના ઇ.પી. કો. કલમ ૩૭૯,૧૧૪ તથા MMDR એકટ ૨૧ મુજબ નો ગુન્હો દાખલ કરવામા આવેલ છે. * પકડાયેલ આરોપીઓ
(૧) મુકેશભાઇ ઉર્ફે ઘુઘો શાંતુભાઇ વાળા ઉ વ ૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે ભુવા તા.સાવરકુંડલા જિ.અમરેલી (ર) અનીલભાઇ બાવભાઇ વડેચા ઉ.વ ૨૩ઘંઘો ડ્રાઇવીંગ રહે ભુવા તા.સાવરકુંડલા જિ અમરેલી
* પકડાયેલ મુદામાલ –
એક ટ્રેકટર જેના રજી નં GJ 14 AP 9372 કીરૂ ૩,૦૦૦૦૦/- એક ટ્રોલીના ચેસીસ નંબર JGEW 22 2020 જેની કિરૂ ૫૦૦૦૦/- તથા બીજુ ટ્રેકટર જેના ચેસીસ નંબર SL 0612SA54418 જેની કીરૂ. ૧,૨૫,૦૦૦/- તથા ટ્રોલીના રજી નંબર જોવામા આવતા નથી જેની કિ.રૂ. ૫૦૦૦૦-તથા આશરે ૭ ટન રેતી ની કી.રૂ. ૩૫૦૦/- મળી કુલ કી.રૂ. ૫,૨૮,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
સાવરકુંડલા તાલુકા પોલિસ સ્ટેશ
આ કામગીરી પો.સબ.ઇન્સ એન.એ.વાઘેલા ની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI ભગીરથસિંહ કનકસિંહ તથા HC રાજદિપસિંહ જોરૂભા તથા PC ભાવેશભાઇ મનુભાઇ, રાહુલભાઇ બચુભાઇ, શિવરાજભાઇ બાલુભાઇ, ચિરાગભાઇ ભગુભાઇ, ચિંતનભાઇ ધનશ્યામભાઇ, કુલદિપસિહ ચુડાસમા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

IMG_20220608_113027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *