સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
બસ જેમ ચૂંટણી નજીક આવતાંની સાથે જ રાજકીય ક્ષેત્રોમાં ટિકિટવાંચ્છુંઓની આગામી વિધાનસભાની ધારાસભાની ચૂંટણીની મોસમ શરૂ થવામાં છે ત્યારે સાહજિક રીતે ટિકિટવાંચ્છુંઓની ટિકિટ મેળવવા માટે ગળાકાપ સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. જ્યાં જઈએ ત્યાં લોકો માત્ર એક જ પ્રશ્ર્ન પૂછતાં જોવા મળે છે કે આ વખતની સાવરકુંડલા લીલીયાના વિધાનસભાની ધારાસભાના ઉમેદવાર તરીકે કોને ટિકિટ મળશે.?? હા, કોંગ્રેસ પાર્ટી માટે તો લગભગ પ્રતાપ દુધાત નિશ્ર્ચિત જેવું જ મનાય છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીમાં હજુ ભર્યુ નાળિયેર છે. આ વિસ્તારના સાવરકુંડલા તાલુકાના બે થી ત્રણ સક્રિય કાર્યકરો પણ વિધાનસભાની આ સીટના દાવેદાર હતાં જો કે જાહેર ચોકમાં રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર પાસે આવેલ જાહેર ચોકમાં યોગેશ રિબડિયાની શુભેચ્છા જાહેરાતનું હોર્ડિંગ્સ લોકોમાં કૂતુહલ સર્જી રહ્યું છે તો વળી ભાજપમાં પણ ટિકિટના દાવેદારોની પણ પરોક્ષ રીતે નોંધનીય સંખ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, અમરેલી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, ગત વિધાનસભાની ચૂંટણીના વિધાનસભાના ઉમેદવાર કમલેશભાઈ કાનાણી, પૂર્વ કૃષિ મંત્રી વી. વી. વઘાસીયા, અમરેલી જીલ્લા ડાયમંડ એસોશિયેશનના પ્રમુખ અને અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલના છઠ્ઠી ટર્મ પ્રમુખ પદની લાંબી કામગીરી બજાવતાં ઘનશ્યામભાઈ ડોબરીયા, માર્કેટ યાર્ડ સાવરકુંડલાના ચેરમેન દીપકભાઈ માલાણી સમેત એક લાંબી યાદી સંભવિત સાવરકુંડલા લીલીયાના વિધાનસભાના ઉમેદવારની થવા જઈ રહી છે હવે કોની પસંદગી થાય છે? એ જોવું રહ્યું.. ભાજપની આશ્ર્ચર્ય સર્જવાની તક હવે કોણ ઝડપે છે? એ તો લગભગ બે ત્રણ દિવસમાં સ્પષ્ટ થશે તેવું પૂર્વાનુમાન સેવાઈ રહ્યું છે. ખરૂખરો જંગ તો ઉમેદવાર જાહેર થયાં પછી જામશે.. લોકો હાલ તો દિવાળીની ઉજવણી કરવામાં વ્યસ્ત છે એટલે એક બે દિવસ આવી લોકચર્ચાઓને વિરામ આપી ફટાકડા ફોડી મીઠાઈ ખાય અને રંગબેરંગી રોશની અને રંગોળી સાથે દિવાળીના લાભ પાંચમ સુધીના તહેવારોની ઉજવણીમાં મશગુલ થશે. પરંતુ આ ટિકિટવાંચ્છુંઓ માટે તો ટિકિટ મળે ત્યારે જ ખરી દિવાળી
