Gujarat

સાવરકુંડલા વોર્ડ નંબર પાંચ માં રૂ ૭૦ લાખ ૯૦ હજાર ને ખર્ચે ૧૨  સી.સી.રોડ બનશે – પ્રવીણ કોટીલા આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ ચેરમેન પ્રવિણભાઈ કોટિલાએ નગરપાલિકા પ્રમુખ શ્રીનો આભાર માન્યો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલીકા વિસ્તાર વોર્ડ નંબર પાંચમાં બારથી વધુ સી.સી.રોડ બનશે નગરપાલીકામાં ભાજપનું શાસન  છે નગરપાલીકાના પ્રમુખ શ્રી તૃપ્તિબેન રાજુભાઇ દોશી એ સાવરકુંડલા શહેરમાં રૂ છ કરોડ ના ખર્ચે સી.સી.રોડના કામ પુરજોશમાં ચાલુ કર્યા છે તેમાંથી રૂ ૭૦ લાખ ૯૦ હજાર વોર્ડ નંબર પાંચમાં ફાળવ્યા છે અને બાર થી વધુ સી.સી.રોડ અલગ અલગ વિસ્તાર માં બનશે વોર્ડ નંબર માં એકાદ માસ આ નવા રોડ બનશે પ્રમુખ શ્રી તૃપ્તિબેન રાજુભાઇ દોશી એ શહેરમાં ભાજપનું સૂત્ર “વાદ નહિ વિવાદ નહિ વિકાસ સિવાય વાત નહિ” એ શહેરમાં કામ જોતા સાર્થક કરી બતાવ્યું છે  વોર્ડ નંબર પાંચમાં લાખો ના કામ ફાળવવા બદલ નગરપાલીકા ના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ કોટીલા એ નગરપાલીકા પ્રમુખ અને ભાજપા નગરપાલીકાના સભ્યોનો આભાર માન્યો હતો

IMG-20220204-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *