Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિર ખાતે મોટીખિલોરી ગામના સેવકગણે  મશહૂર લોકસાહિત્યકાર અને હાસ્યસમ્રાટ મનસુખભાઇ વસોયાની આગેવાની હેઠળ સેવા દાનની નિષ્કામ ભાવે  સેવા આપી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિર ખાતે તારીખ ૨-૨-૨૦૨૨ ના રોજ મોટીખિલોરી ગામનાં સેવકોએ આજે સ્યંમ સેવક તરીકે આ માનવમંદિરમાં સફાઈ, ગૌશાળાને લગતાં કાર્યો તથા વૃક્ષોને પાણી પાવુ, કયારાં સાફ કરવા આશ્રમમાં પીરસવાની સેવા પ્રવૃત્તિઓ વગેરે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરી આ સમાજસેવાનાં ભાગ રૂપે સામાજિક દાયિત્વની ભાવના સાથે આવાં સત્કાર્યમાં સહયોગ આપ્યો હતો.. મોટી ખિલોરી ગામનાં મશહૂર લોકસાહિત્યકાર અને સમાજદર્શનનાં મર્મજ્ઞ એવાં સૌના લોકલાડીલા જેનાં શબ્દોનો  પણ એક અનોખો મિજાજ અને અનોખી સોડમ હોય છે એવાં  ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ રહેતાં ગ્રાસ રૂટનાં લોકસાહિત્યકાર- હાસ્ય સમ્રાટ અને આ માનવમંદિરનાં અણમોલ રત્ન સમાન શ્રી મનસુખભાઇ વસોયાની આગેવાની હેઠળ મોટી ખિલોરીનાં રામજીભાઈ શેલડીયા, બાબુભાઈ રાદડીયા, શ્રીમતી નિર્મળાબેન રાદડીયા, શ્રીમતી શારદાબેન સોજીત્રા, શ્રીમતી હંસાબેન શેલડીયા, શ્રીમતી ભારતીબેન ટાઢાણી,  જયેશભાઈ સોજીત્રા, શ્રીમતી રસિલાબેન શેલડીયા વગેરેએ આ સેવાદાન પ્રવૃત્તિના મહાયજ્ઞમાં સહયોગ આપ્યો હતો અને આ તમામ એવાં સેવાસાધકો છે જેણે ઘરે એક સળી પણ ભાંગી નથી પરંતુ અહીં પૂરી તન્મયતા સાથે ભોજનશાળા હોય ગૌશાળાઓના છાણવાંસીદા હોય કે અનાજ કરિયાણાની સાફ સફાઈ હોય પૂરી નિષ્ઠાથી આ તમામ સેવાકાર્યો કરતાં જોવા મળેલ અને હજુ પણ વધુ સ્યંમસેવકો આવી સદપ્રવૃતિમાં જોડાવા માટે તૈયારી દર્શાવી રહ્યાં છે. આમ આ માનવમંદિર હવે સાચા અર્થમાં સેવકોની સેવાકીય પ્રવૃત્તિઓથી મઘમઘતું રહેશે.. આ સર્વે શુભ ભાવનાઓ પાછળ પૂ. ભક્તિરામ બાપુનાં પ્રેરક બળનું સંચલન અવશ્ય કાર્ય કરે છે. અહીં પ્રવેશતાં જ સકારાત્મક ઉર્જાનો આવિર્ભાવ થતો પણ મહેસૂસ અવશ્ય થાય છે.

IMG-20220202-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *