સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અગાઉ જણાવ્યાં મુજબ આજરોજ સાવરકુંડલા તાલુકાના ભુવા ગામનાં સેવકગણ અહીં સાવરકુંડલા શહેર ખાતે આવેલા માનવમંદિર ખાતે સેવા દાન કરવાનો સંકલ્પ કરી હવે નિયમિત રીતે મહિનાની ત્રીજી તારીખે અહીં માનવમંદિર ખાતે સેવા દાન કરશે અહીં માનવમંદિર ખાતે વૃક્ષોને પાણી પાવુ, ક્યારાની સફાઈ, ભોજન પીરસવું, ગૌશાળાની સાફસફાઈ વગેરે સેવાદાનની પ્રવૃત્તિઓ આજે આ ભુવા ગામનાં સમાજસેવકો કરશે. હાલ અહીં એ પૈકીના ભુવા ગામના સેવકગણની યાદી નીચે મુજબ છે. ગૌતમભાઈ પાઘડાળ, ભરતભાઈ ડાંગર, ઉમેશભાઈ ભાલાળા, યુવરાજભાઇ ખુમાણ, રાજુભાઈ વિછીયા, યોગરાજભાઈ વિછીયા, ખોડુભાઈ ખુમાણ, કુલદીપભાઈ વિછીયા, મહીરાજભાઈ વિછીયા અને ઉદયભાઈ ખુમાણ આજે સવારથી ભુવા ગામથી અહીં માનવમંદિર ખાતે આવી પહોંચ્યા છે. આમ માનવસેવાથી મોટો કોઈ ધર્મ નથી એ બાબત પણ ખરેખર પ્રશંસનીય છે. આમ પણ આ માનવમંદિરનાં હરિના બાળકોની સેવા કરતાં પૂ. ભક્તિરામ બાપુ પણ ખૂબ ખુલ્લા મનનાં અને ઉદાર વિચારસરણી ધરાવતા સંત પુરૂષ છે. તમામ ભુવા ગામનાં આ સમાજસેવકોની અભિનંદનીય કાર્યપદ્ધતિની ભારે પ્રશંસા પણ થઈ રહી છે. હવે એક વાત તો સ્પષ્ટ છે સમરસતા અને સામાજિક સૌહાર્દ અને ધર્મ સાથે કર્મની આ અનેરી સેવાનો માર્ગ પણ હવે પ્રશસ્તિત થઈ રહ્યો છે એમાં બેમત નથી. દિન પ્રતિદિન આવી સેવાભાવનાનો વ્યાપ વધતો જાય તો સમાજનાં મોટાભાગના પ્રશ્નો પણ ઉકલતાં જ જાય..


