Gujarat

સાવરકુંડલા શહેરમાં તસ્કરોનો તરખાટ. દિવાળીને તો હજુ ઘણી વાર છે પરંતુ તસ્કરોએ તો એક સાથે એક જ રાતમાં ચાર મકાન અને ચાર લોખંડના કારખાનામાં ઘરફોડ ચોરી કરી દિવાળીની જાણે ઉજવણી કરી હોય તેવું લાગે છે. પોલીસ તંત્ર માટે પડકાર સમાન ઘટના. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના નેસડી રોડ પર  તારીખ ૧૮ની કાળી રાત્રે તસ્કરો ત્રાટક્યા. એક રાતમાં ૪ મકાનો અને ૪ લોખંડના કારખાનામાં તસ્કરો ખાબકયા. એમાં પણ તસ્કરોએ એવાં મકાનો જ ઘરફોડ ચોરી માટે પસંદ કર્યાં જેના
મકાન માલિક બહાર ગામ ગયા હતા  તસ્કરોનું આ રીતે એક સાથે આટલી મોટી ચોરીની ઘટના તે પણ એક જ વિસ્તારમાં ત્રાટકવું પોલીસ તંત્ર માટે પણ પડકાર જ કહેવાય. લોકો જ્યારે ઘોર નિંદ્રામાં પોઢેલા હોય ત્યારે આવા વિસ્તારમાં ચોર ત્રાટક્યા અને ઘરફોડ ચોરીને અંજામ પણ આપ્યો. આ ચોરી દરમિયાન મળતી વિગતો મુજબ  ૫ લાખની રોકડ અને સોના ચાંદીના ઘરેણાં સહિત ૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો. આમ તસ્કરોએ બિન્દાસ રીતે ૪ કારખાના અને ૪ મકાનોમાં ચોરી કરી ફરાર થઈ ગયા. પોલીસ દ્વારા ચોરીની ઘટના અંગે શરૂ કરી તપાસ. તસ્કરોના  તરખાટથી સ્થાનિકોમાં ફફડાટ. બસ હવે જાગતે રહો એ સૂત્રને લોકોએ અપનાવવું પડશે. આગામી દિવસો હિંદુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારોના હોય હવે સાવધાની એ જ ઈલાજ.. જો કે પોલીસ તંત્ર દ્વારા પણ તપાસના સૂત્રો ધમધમતા જોવા મળે છે. જો કે વ્યક્તિ જ્યારે પણ બહાર ગામ જાય ત્યારે થોડી સતર્કતા રાખે એ પણ જરૂરી છે કારણ કે ચોરને ચાર આંખ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *