સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ તા.૪/૬/૨૨ ના ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની ગાઈડ લાઈન મુજબ ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનુ આયોજન સા.કુ.નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે.હાઈસ્કૂલમાં કરવામા આવેલ. આ કાર્યક્રમ સવારે ૯-૪૫ કલાકે પ્રાર્થના, દિપ પ્રાગટયથી કરવામા આવેલ. ત્યારબાદ શાળાના આચાર્ય,જે.ટી.ખડદિયાએ આવેલ મહાનુભાવોનુ પુષ્પગુચછ ,તેમજ શાબ્દિક સ્વાગત કરેલ. ઓનલાઈન વંદે ગુજરાત ચેનલ પરથી વિદ્યાર્થીઓએ કાર્યક્રમને માણ્યો. આ કાર્યક્રમમા સા.કુ.,લીલીયા તાલુકાના યુવાન માન. ધારાસભ્ય હાજર રહી પ્રસંગોચિત ઉદબોધન કરેલ. તેમજ હસુભાઈ સુચક ,મહેશભાઈ જયાણી, હસુભાઈ બગડા વિ. ઉપસ્થિત રહેલ. અમરેલી ટેક્નિકલ કૉલેજના અધ્યાપક વાઘેલા સાહેબ, ડોડીયા સાહેબ, તેમજ આઈટીઆઈ . કોલેજ-સા.કુ. અધ્યાપકો રવિભાઈ, વિંઝૂડા સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપેલ. એસ.વી. દોશી સ્કૂલના આચાર્ય વર્ષાબેન તેમજ સનરાઈઝ સ્કૂલના આચાર્ય, સોનલબેન મશરુ ઉપસિૃથત રહેલ. કે.કે.હાઈસ્કૂલના સિ.શિક્ષક જયંતિભાઈ પટેલ ,ચાવડા સાહેબ.સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન શાળાના સાયન્સ ટીચર જાગૃતભાઈ દવેએ કરેલ હતુ.તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ તે સૌ સ્ટાફ મિત્રોનો આચાર્યએ આભાર માન્યો હતો.. ડીઈઓ કચેરી તરફથી શ્રી ચૌહાણ સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ.


