Gujarat

સાવરકુંડલા શહેરમાં બાયપાસ રોડનો પ્રશ્ન ઉકેલવા ધારાસભ્ય મહેશ કસવાળાએ સ્થળની લીધી મુલાકાત

અમરેલી
સાવરકુંડલા શહેરમાં બાયપાસ રોડની કામગીરી ચાલુ છે, પરંતુ બાયપાસ રોડ શરૂ નહીં હોવાના કારણે શહેરમાં સૌથી વધારે ટ્રાફિક દિવસ દરમિયાન જાેવા મળે છે. જેના કારણે શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યાં છે, ત્યારે સાવરકુંડલા ભાજપ ધારાસભ્ય મહેશ કસવાળા આ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે ધારાસભ્ય બન્યાના બીજા જ દિવસે બાયપાસ પહોંચ્યા હતા. અહીં ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ નારણ કાછડીયા સહિત ભાજપના હોદ્દેદારો બાયપાસ સ્થળની મુલાકાત લીધી હતી. અહીં વર્ષોથી બાયપાસ રોડ શરૂ કરવા માટેની લોકોની માંગ છે. અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી. જ્યારે અહીં ધારાસભ્ય મહેશ કસવાળાએ બીજા જ દિવસે જ એક્શનમાં આવ્યા હતા. જેમાં ધારાસભ્યએ ગઇ કાલે બપોરના સમયે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. જાે કે ચૂંટણી સમયે પણ બાયપાસ રોડ સૌથી પહેલા ઝડપી શરૂ કરવા માટેની લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *