સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં તા.૧૯/૨/૨૨ શનિવારના રોજ અહીંના બી.આર.સી.ભવન ખાતે સી.આર.સી.કક્ષાના પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ હતી.જેમાં કલસ્ટરની બધી શાળાઓએ ભાગ લીધો હતો.પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વિશેષ છે,એવું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે.પુસ્તકો એ જ્ઞાનનો ખજાનો છે. આ સ્પર્ધામાં પે સેન્ટર શાળા નં ૧ સાવરકુંડલાના ધો.૬,૭. ૮ ના પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ધોરણ ૬ માંથી પરમાર જયદીપ ધીરૂભાઇ તેમજ ધો. ૭ માંથી જંજુવાડિયા આદિત્ય મુકેશભાઈ સી.આર.સી.કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ શાળાને ગૌરવ અપાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છેકે આ બંને વિદ્યાર્થીઓને શિલ્પાબેન દેસાઈ દ્વારા સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.


