Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ)માં પ્રાથમિક શિક્ષણ સુધીના બાળકોને પ્રવેશ નિશુલ્ક હોય તો શૈશવના શમણાંઓ પણ શણગાર સજે. ગરીબીમાં સબડતાં એ શૈશવને પણ પુલકિત થવાનો અવસર મળે.. આ જ તો સાચો વિકાસ ન ગણાય? બાલદિને તંત્ર દ્વારા મનોમંથનનો વિષય. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ)માં આજે પણ ચાર વર્ષથી મોટા બાળકોની પ્રવેશ ટિકિટ લેવાય છે. શૈશવ એ જ તો  યુવાધનનું પ્રતિબિંબ છે. જો શૈશવ જ કરમાશે તો યુવાધન ક્યાંથી પાંગરશે ? આમ ગણો તો આ બાગમાં બાળકનો  શારીરિક અને માનસિક વિકાસ થાય તેવું વાતાવરણ તો છે. પરંતુ ગરીબીમાં સબડતાં  એ શૈશવને આ બાગમાં પ્રવેશવા માટે પૈસા ક્યાંથી લાવવા? વિકાસની વાતો વચ્ચે કમસેકમ પ્રાથમિક શિક્ષણ સુધી અભ્યાસ કરતાં અથવા તેટલી વય ધરાવતા બાળકોનો પ્રવેશ તો નિશુલ્ક હોવો ન જોઈએ.?  આ તો આજે બાલદિન છે એટલે લાગ્યું એટલે લખ્યું.. તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈ શૈશવને ખિલવાનો અધિકાર મળે તો પણ આપણું યુવાધન સમૃધ્ધ બને એ વાત પણ નિર્વિવાદ છે..અને યૌવનને પણ યોગ્ય દિશામાં ઉડાન મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *