સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા મેઈન બઝાર અને સંઘેડિયા બઝારને જોડતો નાવલી નદી પર આવેલા પુલની બંને બાજુ રેલીંગ નથી જોવા મળતી. સામાન્ય રીતે પુલ પર રેલીંગ હોય એ જરૂરી છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરના સલંગ્ન તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના બને એ પહેલાં પુલની બંને બાજુ રેલીંગ બને એ ખૂબ આવશ્યક છે. નાની એવી બેદરકારી પણ ઘણી વખત મોટી દુર્ઘટના સર્જી શકે છે એ વાતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગતિશીલ નિર્ણય લઈને રેલીંગ ફીટ કરવામાં આવે તે સમયની માંગ છે. વળી આ વિસ્તારમાંથી શિવાજીનગર, જલારામ મંદિર, સ્વામિનારાયણ મંદિર તરફ જવાનો માર્ગ હોય ટ્રાફિકથી સદાય ધમધમતો જોવા મળે છે.

