સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
—————————————————————–સવંત ૨૦૭૮ ચૈત્ર સુદ નોમ (૯) તા. ૧૦/૪/૨૨ રવીવાર શ્રી રામ નવમીના રોજ લુહાર જ્ઞાતી કુળભુષણ સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ હોય આ પાવન પ્રસંગે સાવરકુંડલા માં ભવ્યાતિભવ્ય શ્રી રામજન્મોત્સવની શોભાયાત્રામાં શ્રી લુહાર યુવા ગૃપ દ્વારા સંત શ્રી મહાત્મા મુળદાસજી નિ પ્રતિમા સાથે જોડાઇ ધન્યતા અનુભવી હતી. . આ પ્રસંગે સાવરકુંડલા તાલુકાના લુહાર પરીવારે હર્ષોલ્લાસ સાથે સંત શ્રી મહાત્મા મુળદાસજીના ચરણોમાં પુષ્પ અર્પણ. વંદન કરી દર્શનનો લાભ લીધો હતો.


