Gujarat

સાવરકુંડલા શહેરમા આજરોજ લાભપાંચમના દિવસે ધંધા રોજગારના થયા શ્રી ગણેશ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

દિવાળીનો માહોલ પુર્ણ થતાં આજરોજ લાભપાંચમ થી ધંધા રોજગારના ફરી શ્રી ગણેશ થયાં.. આમ તો દિવાળી પછી નૂતન વર્ષથી લગભગ ચારેક દિવસ સુધી લોકો પણ દિવાળી હોલીડેના મુડમાં જોવા મળતાં હતા. જો કે રોજિંદું પેટિયું રળતાં લોકોને તો નૂતન વર્ષના પ્રારંભે પણ પોતાની રોજીરોટી કમાવાની જ મથામણ જોવા મળી.. આમ ગણો તો ખાસકરીને સરકારી કે અર્ધ સરકારી કે કોઈ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરતાં નોકરિયાતો દિવાળી વેકેશન માણી શકે.. પરંતુ ખાસકરીને પશુપાલન સાથે સંકળાયેલા લોકોને તો દુધવિતરણ કે વીજપુરવઠો વિતરણ વ્યવસ્થા જેવી આવશ્યક સેવાઓ બંધ કરવી પાલવે પણ નહીં એટલે આમ ગણો તો જનજીવન તો તહેવારોની મોસમમાં પણ આવશ્યક સેવાઓ માટે પૂર્વવત જ જોવા મળતું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *