સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
લોકતંત્રમાં સૌથી મોટું લોકતાંત્રિક પર્વ એટલે ચૂંટણી અને મતદાન.. વ્યક્તિ, સમાજ, સમુદાય પોતાની પસંદનો ઉમેદવાર પસંદ કરી પોતાના અધિકારોનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. હા, ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી કરતી વેળા પરિપકવતાથી વિચારવું અને મતદાન કરવું.. યોગ્ય અને લાયક ઉમેદવાર આપની સમજ અને અપેક્ષાઓ મુજબ ન હોય તો નોટાનું બટન પણ દબાવી શકાય છે.. પરંતુ લોકશાહીના આ મહાપર્વમાં મતદાન તો અવશ્ય કરવું.. મતદાતા જાગૃત બને એ હેતુથી આ સંદર્ભે. શ્રી બ્રાંચ શાળા નંબર ૨ કન્યાશાળા મણીભાઈ ચોક સાવરકુંડલા પંથકની મોટામાં મોટી કન્યાશાળામાં ૧૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત નાટક, જાગૃતિ VOTE 2022 અભિયાન માનવસાંકળ રચવામાં આવી હતી અને ભૂલતા નહિ ૧ ડિસેમ્બરે વોટ આપવા રેલી કાઢી સાવરકુંડલાની જાગૃત જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો. દરેક શિક્ષકશ્રી દ્વારા પોતાના વર્ગમાં દરેક બાળકોને સંકલ્પપત્રક આપવામા આવ્યાં હતાં જે બાબત શાળાના આચાર્યા શ્રી ભારતીબહેન, ઈનચાર્જ આચાર્યા શ્રી દિવ્યકલા બહેનની યાદીમાં જણાવવામાં આવી છે.
