Gujarat

સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલા માનવ મંદીરે થી ૧૦૦ મી મનોરોગી મહિલા સાજી થતાં પરિવાર તેડી ગયો. બસ આ જ સાચી માનવસેવાની જ્યોત કહી શકાય.. આમ માનવમંદિરે હરિના બાળકોને સ્વસ્થ કરવાનો શતક પૂર્ણ કર્યો. સ્વસ્થતાનો શતક પૂર્ણ.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવ મંદીરે થી ૧૦૦મી મહિલા સાજી થઈ. એટલે કે સ્વસ્થતા નો શતક રામકૃપાથી પૂર્ણ કરવામાં પૂ. ભક્તિરામ બાપુને સફળતા પ્રાપ્ત થઈ. આમ તો સાવરકુંડલા માનવમંદિર આશ્રમમાં રખડતી, ભટકતી, નિરાધાર મહિલાઓને વિનામૂલ્યે આશ્રય આપવામાં આવે છે. પૂજ્ય ભક્તિરામબાપુની નિશ્રામાં ચાલી રહેલ આ નિઃશુલ્ક આશ્રમમાં આજે સ્વસ્થતાનો શતક પૂર્ણ થતાં ૧૦૦મી  મનોરોગી મહિલા પોતાના પરિવારમાં પુનઃસ્થાપિત થઈ છે. તા. ૨૫. ૩. ૨૯૨૧ના રોજ એટલે કે આજથી એકાદ વર્ષ કરતાં વધુ સમય પહેલાં દાખલ થયેલી મેંદરડા તાલુકાના માલણકાની નાનુંબેન મેધાભાઈ સાહિયા નામની મહિલાને તેના ભાઈ લાલજીભાઈ મેઘાભાઇ સાહિયા અને તેના બનેવી ધનજીભાઈ ભીખાભાઈ પરમાર આવીને તેડી ગયા છે. છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલ નિ:શુલ્ક મનોરોગી આશ્રમમાં દાખલ કરવામાં આવનાર બહેનોને બે ટાઇમ નાસ્તો બે ટાઈમ ભોજન અને બે ટાઇમ દવાઓ આપવામાં આવે છે અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોષી દર મહિને આશ્રમની વિઝીટ કરી દવાઓ લખી આપી રહ્યા છે. અને આ આશ્રમમાં દાખલ થનારી તમામ મનોરોગી મહિલાઓને પૂ. ભક્તિરામ બાપુ માનો પ્રેમ અને પિતાની હૂંફ આપે છે. અહીં દાખલ થનારી તમામ મનોરોગી બહેનોને અહીં સંપૂર્ણ પોતીકાપણાનાં ભાવથી જ પૂ. ભક્તિરામબાપુ સારસંભાળ લે છે. હાલમાં ૬૦ બહેનો આશ્રમમા નિઃશુલ્ક સારવાર લઈ રહી છે. આમ તો  ભક્તિરામબાપુએ આઠ વર્ષ પહેલાં આશ્રમ ચાલુ કરેલ અને મનોરોગી મહિલાઓ સાજી કરી સમાજમાં પુનઃ સ્થાપિત થાય એ હેતુ રામચંદ્રજીની કૃપાથી સફળ થયો છે અને એટલે કે ૧૦૦મી વ્યક્તિ સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે તેનો ભક્તિરામબાપુને આનંદ છે અને રામજીની કૃપા મળી રહી છે તેનો અહેસાસ થઇ રહ્યો છે.

IMG-20220412-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *