સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરીજનો હવે આ કાળઝાળ ગરમીમાં અંશતઃ રાહત મળે તેવું ઈચ્છે છે. દિવસે તો ગરમી માઝા મૂકે છે. પરંતુ રાત્રે પણ લોકોને ગરમીમાં નિંદ્રાધીન થવામાં ભારે પરેશાની ભોગવવી પડે છે. ખાસકરીને ઉચ્ચ રકતચાપ અને હ્રદયને લગતાં દર્દીઓ આ ગરમીમાં વધુ પરેશાન થતા જોવા મળે છે
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હવે આ કાળઝાળ ઉનાળાથી ક્યારે છૂટકારો મળશે..? લોકો ગરમીથી ત્રાહીમામ થતાં જોવા મળે છે. દિવસે તો ગરમ લૂ થી પરેશાન લોકો રાત્રે પંખા કરે તો પણ શાંતિથી સૂઈ શકતા નથી. હા, એ. સી. ની સુવિધા ધરાવતા લોકો પણ મીઠી નિદ્રા તો માણી શકતા જ નથી. . પરંતુ એ લોકો પણ કહે છે કે હવે એ.સી. પણ હાઈ વોલ્યુમ સાથે ચાલુ રાખીએ તો જ ગરમીથી રાહત મળે છે. આમ તો જાણે રણપ્રદેશ જેવો માહોલ જ જોવા મળે છે. એમાં પણ સાવરકુંડલા શહેરની આમજન તો આ કાળઝાળ ગરમીમાં રાત્રે ગરમીથી ખૂબ પરેશાન થતા જોવા મળે છે. હા, કોઈ વળી ફળિયામાં (જો સગવડતા હોય તો, અને મચ્છરોને સહન કરવાની શક્તિ હોય તો ખુલ્લામાં અથવા ખુલ્લી અગાસીનો ઉપયોગ કરતા જોવા મળે છે. એકંદરે વધતી ગરમી અને તાપમાન એ ચિંતાનો વિષય તો ચોક્કસ ગણાય જ. વર્ષ પ્રતિ વર્ષ તાપમાનમાં થતો વધારો એ આવતા કપરાં દિવસોની નિશાની જ છે. હજુ પણ સમજી જઈએ કે પ્રકૃતિનું જતન કરીએ..ભર બપોરે પશુ પક્ષીઓ પરેશાન અને રાત્રે લોકો ચેનથી નિંદ્રાધીન પણ થઈ શકતાં નથી. બસ હવે આ કાળઝાળ ગરમીમાં અંશતઃ રાહત મળે તો પણ ઘણું.