સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાની કુમારશાળામાં પ્રાથમિક અભ્યાસ કરી જેવી મોદી હાઇસ્કુલ બાદ સાવરકુંડલા કોલેજમાં કોમર્સ ગ્રેજ્યુએટ બન્યા અને અમરેલી ખાતે એલએલબીનો અભ્યાસ પૂરો કર્યો. જીવનની શરૂઆત રોજમદાર તરીકે રૂપિયા ૭ ના પગારથી જીઇબીમાં નોકરી ચાલુ કરી અને ત્યારબાદ સાવરકુંડલા નગરપાલિકામાં પણ રોજમદાર તરીકે રૂપિયા ૧૦ નોકરી ચાલુ કરી. આગવી સૂઝબુજ ધરાવતાં રાજુભાઈ ધીરે ધીરે એક્યુરેટ સ્કેલ શરૂ કર્યું જોકે સાવરકુંડલાની આગવી ઓળખ એ કાંટા ઉદ્યોગ છે અનેક લોકો સાવરકુંડલા શહેર અને ગુજરાત તેમજ ગુજરાત બાર કાંટા ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા છે ત્યારે રાજુભાઈ દોશી એ પણ કાંટા ઉદ્યોગમાં જંપલાવ્યું અને સારી સફળતા મેળવી. અને એક યુવાન વેપારી તરીકેની સાવરકુંડલા શહેરમાં અને વ્યાપાર જગતમાં આગવી ઓળખ ઉભી કરી. એમ કહેવાય છે કે આવડત અંદરથી ઊભી થાય છે ત્યારે સૂઝબુઝ અને આગવી આવડત ધરાવતાં રાજુભાઈ દોશીએ શૂન્યમાંથી સર્જન કરી સાવરકુંડલાના રાજકીય ક્ષેત્રે પણ કિસ્મત અજમાવ્યું અને સાવરકુંડલા નગરપાલિકાના બે વખત પ્રમુખ બનીને શહેરના વિકાસમાં હરણફાળ ભરી. આજે પણ રાજુભાઈ દોશી નગરપાલિકામાં એ જ સત્તા અને એ સ્થાન ધરાવે છે ભાજપ સરકારની સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા સાવરકુંડલા શહેરના વિકાસ માટે રાજુભાઈ દોશીએ અને નગરપાલિકાની પૂરી ટીમ એ ખૂબ જ સારા અને નોંધનીય કાર્ય કરી રહ્યા છે. સાથો સાથ એક્યુરેટ મોલ અને એક્યુરેટ બિઝનેસ પણ સફળતા સાથે શરૂ રાખી નગર સેવાને પૂરેપૂરો ન્યાય આપી રહ્યા છે ત્યારે આવા હોનહાર અને યુવાન સફળ રાજનેતા રાજુભાઈ દોશીનું ભવિષ્ય પણ ખૂબ જ ઉજળું છે અને તેમના જન્મદિવસે તમામ પક્ષ તમામ વેપારીઓ યુવાનોની શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે

