Gujarat

સુત્રાપાડા તાલુકાના સમસ્ત બોસન ગામ દ્વારા આયોજિત  શ્રી રાધે ક્રિષ્ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો અને વિશાળ સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી

 મુખ્ય અતિથિ વિશેષ તરીકે મટાણા ગામના પાઘેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી કરસનદાસ બાપુ ખાસ હાજરી આપી..
  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
  સુત્રાપાડા તાલુકાના સમસ્ત બોસન ગામ આયોજિત શ્રી રાધે ક્રિષ્ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે  ગણપતિ પૂજન, રાધા ક્રિષ્ના મૂર્તિ, નગરયાત્રા, જલયાત્રા, બીજા દિવસે તા.6/5/2022ને શુક્રવારે ગણપતિ પૂજન, સર્વે પૂજા, મૂર્તિ શ્રી વાસ, મૂર્તિ ન્યાય, વાસ્તુહોમ, વાસ્તુપૂજન, રાધા ક્રિષ્ના મૂર્તિ નીજ બિરાજમાન, ધજા પૂજન, બિંડુ, મહાઆરતી વગેરે યોજાશે. મહાપ્રસાદ બપોરે બાર કલાકે રાખવામાં આવેલ છે. જેમાં ભવ્ય કાનગોપી સતાપરવાળા ગ્રુપ ભોલે સાઉન્ડ ના સથવારે તા.5/5/22ને ગુરુવારે રાત્રે ૯ કલાકે યોજાશે. જેમાં આ કાર્યક્રમમાં શાસ્ત્રી બ્રિજેશભાઈ સોમનાથ વાળા કરાવશે આ પ્રસંગે મુખ્ય અતિથિતરીકે મટાણા ગામના પાઘેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી કરસનદાસ બાપુ નું સમસ્ત ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

IMG-20220505-WA0513.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *