હાર્દિક કાનાબાર પ્રાચી
અઢી વીઘા મા તમાકુ નું વાવેતર કરાયું બે વીઘા માં માત્ર 15 હજાર નો ખર્ચ
સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લા માં પહેલી વાર તમાકુ નું વાવેતર કરાયું
જાણવા મળતી વિગત મુજબ સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ માલભાઈ વાળા એ પોતાની જમીન માં અઢી વિઘામાં કલકતી તમાકુ નું વાવેતર કરી નવતર પ્રયાસ કર્યો
હાલ કૃષિ ક્ષેત્રે ક્રાંતિ નો સમય હાલ ના સમય માં ટેકનોલોજી નો યુગ છે ત્યારે પહેલા ના સમય કરતાં ખેતી કરતા ખેડૂતો ટેકનોલોજી ના માધ્યમ થી ટૂંકા સમય માં સારી એવી ખેતી કરી અને પ્રચલિત બન્યા છે પહેલા ના સમય માં ટેકનોલોજી ના અભાવ ને કારણે ખેડૂતો ખેતી માં સારું ઉત્પાદન નતા કરી શકતા જેને કારણે તેઓ સારો પાક પણ લઈ શકતા નતા જ્યારે આજ ના યુગ માં ખેતી માં ટેકનોલોજી આવતા ખેડૂતો હવે ખતી માં પણ ખૂબ આગળ વધ્યા છે તેમજ સોસીયલ મીડિયા ના માધ્યમ થી એક રાજ્ય થી બીજા રાજ્ય ના ખેડૂતો એક બીજાના સંપર્ક માં આવતા થયા છે અને ખેતી માં ક્રાંતિ તરફ આગળ વધી રહિયા છે તેમજ સારા ઉત્પાદન સાથે સારો નફો મેળવી અને પગભર થઈ રહ્યા છે ત્યારે સુત્રાપાડા તાલુકા ના સોળાજ ગામે રહેતા મનુભાઈ વાળા એ કલકતી તમાકુ નું વાવેતર કર્યું છે જેમાં મનુભાઈ ના જણાવ્યા મુજબ અઢી વીઘા માં તમાકુ નું વાવેતર કર્યું છે જે ઘઉં, ચણા, ધાણા, ના પાક ની સાથેજ વાવેતર થાય છે અને બે થી અઢી માહિના માજ પાક તૈયાર થઈ જાય છે અને વિધે દવા, મજૂરી અને અન્ય ખર્ચ મળી અંદાજે વિધે 15 હજાર જેટલો ખર્ચ થાય છે અને વિધે અંદાજે 60 થી70 હજાર સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે આમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સોળાજ ગામના યુવા ખેડૂત મનુભાઈ વાળા એ નવતર પ્રયાસ કરી ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરી યુવા ખેડૂતો ને પ્રેરણા આપી


