Gujarat

સુત્રાપાડા તાલુકા ના ગાંગેથા ગામે રહેણાંક વિસ્તાર માં લટાર મારતા  દીપડા સીસી ટીવી કેમેરા માં કેદ 

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી તીર્થ
છેલ્લા 15 દિવસ માં પાંચ પશુ નું મારણ કરતા ગામ લોકો માં ફફડાટ
સુત્રાપાડા તાલુકા ના ગાંગેથા ગામ છેલ્લા કેટલાય દિવસ થી દીપડો આંતક મચાવી રહ્યો છે જ્યારે વાડી વિસ્તાર માંથી છેક રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા ગામ લોકો માં ભય નો માહોલ છવાયો
 જાણવા મળતી વિગત મુજબ ગાંગેથા ગામે અવાર નવાર દીપડા નો ભય રહેછે જે હાલ માં જ ગાંગેથા ગામમાં રહેણાંક વિસ્તારોમાં વારંવાર જોવા મળેછે જેને લઇ ગામ લોકો માં ભય રહેછે હાલમાં જ છેલ્લા પંદર દિવસ માં પાંચ પશુ ઓ નું મારણ કરતો દીપડો હાહાકાર મચાવી રહ્યો છે પાંચ પશુ માં ત્રણ વાછરડા અને બે વાછરડી નું મારણ કરતો દીપડો હવે તો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા લોકો ઘરથી બહાર નીકળતા ડરે છે ખેડૂત પુત્રો ને પણ રાત્રે જીવના જોખમે વાડિયે જવું પડતું હોવા થી એ લોકો પણ કાતો જવા નું ટાળે છે અને કાતો જીવના જોખમે જવું પડતું હોવાથી ગામ લોકો માં કાયમ ભય રહેછે જેને લઇ કોઈ જાન હાનિ થાઈ એ પહેલાં આ ખૂંખાર દીપડા ને પાંજરે પુરવા યોગ્ય પગલાં લેવા લોક માંગ ઉઠી છે

IMG-20221228-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *