હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
સુત્રાપાડા મુકામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ ના સહયોગ થી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત સુત્રાપાડા નવદુર્ગા મંદિર ખાતે “સખી મંડળ” ના બહેનો દ્વારા રાખડી નું વેચાણ કરી શકે તે માટે “રાખી મેળા” નું આયોજન કરવામાં આવ્યું.જે મેળા માં સખી મંડળ ના બહેનો પોતાની આજીવિકા માટે અવનવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જેના ભાગ રૂપે સુત્રાપાડા રાખી મેળા ખાતે રાખડી તેમજ હાથ થી બનેલી અવનવી ચીજ વસ્તુઓ નું વેચાણ કરશે.જેનું તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ તેમજ નવદુર્ગા મંદિર ના પ્રભાત બાપુ ના વરદ હસ્તે શુંભારંભ કરી.”રાખી મેળા” ને ખુલો મુકવા માં આવ્યો,જેમાં તા: ૦૧-૦૮-૨૦૨૨ થી ૦૮-૦૮-૨૦૨૨ સુધી રાખડી નું વેચાણ કરવા માટે ૬ જેટલા સ્ટોલ માં અવનવિ રાખડીઓનું વેચાણ કરશે જેથી તાલુકા પંચાયત સુત્રાપાડા તાલુકા ની તમામ જનતા ને રાખી મેળા ની મુલાકાત કરવા આમંત્રિત કરે છે.

