સુરત
સુરતના અમરોલીના સ્ટાર રેસિડેન્સીના બંધ મકાનનું તાળું ખોલી કોઈ અજાણ્યો ઈસમ રોકડા રૂ. ૫.૮૫ લાખ અને ૨૫ લાખની કિંમતના ૪૫ તોલા દાગીના મળી રૂ. ૨૭ લાખની ચોરી કરી ભાગી ગયો હોવાની ફરિયાદ નોંધાય છે. જાેકે સાડીના વેપારીના ઘરમાં થયેલી ચોરી પાછળ કોઈ જાણભેદું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ભર બોપરે ૫ કલાકમાં ૨૭ લાખની ચોરી બાદ અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે. વેપારીએ કહ્યું હતું કે, દીકરાના લગ્નને બે જ મહિના થયા છે. મોટાભાગના દાગીના વહુના હતા. ઘરમાં કોઈ ઉથલ પાથલ નથી કરાઈ એટલે કોઈ પરિચિત વ્યક્તિએ જ હાથ ફેરો કર્યો છે. ત્રણ દિવસ પહેલા કરશન ભાઇના ઘરની એક ચાવી ખોવાઈ ગઈ હતી. ચોરી દરમિયાન ઘરમાં કોઈ સામાન ઉથલ પાથલ નથી કરાયો, દરવાજાે ખોલી ઘરમાં ઘુસિયા બાદ ચોરી કરાઈ છે. કોઈ જાણ ભેડું હોય એ વાત ને નકારી શકાય એમ નથી. બપોરના સમયમાં પ્રોફેશનલ ચોર આટલા મોટા કોમ્પ્લેશમાં ચોરી કરવા ઘૂસે એ શક્ય નથી. સીસીટીવી ની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.
