સુરત
સુરતના ભટાર વિસ્તારમાં આ ઘટના રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાની હતી. સોસાયટીમાં પ્રવેશ માટે ગેટ ખોલવાનું કહેતા હતા. બસ એટલું જ પૂછ્યું કે કોને ત્યાં જવું છે એટલે ગાળા ગાળી પર ઉતરી પડ્યા અને અચાનક હુમલો કરી દીધો હતો. ઘટના બની ત્યારે ત્રણ જણા જ હતા. ત્યારબાદ ફોન કરી બીજા ૧૦-૧૨ જણાને બોલાવી સોસાયટીમાં ઘૂસીને માર માર્યો હતો. જાેકે ભારે હોબાળો થતા સોસાયયીવાસીઓ દોડી આવ્યા હતા. કેટલાક હુમલાખોર તત્વોને પકડી લેવામાં આવ્યા હતા હુમલો લાકડાના ફટકા અને પથ્થર દ્વારા વોચમેન ઉપર કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા રામપ્રસાદ ૩-૪ મહિનાથી વોચમેન તરીકે કામ કરે છે. તેમને માથાના ભાગે ગંભીર ઈજા હતી. તાત્કાલિક ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. વોચમેને કહ્યું હતું કે, જતા જતા પાછા ધમકી આપતા હતા બધાનો ચહેરો મેં જાેયો છે હું બધાને જાેઈ લઈશ, હું લિંબાયતનો દાદો છું અને પોલીસને હપ્તો આપું છું. સોસાયટીના રહીશે જણાવ્યું હતું કે, વોચમેનને એટલી બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો કે કપડામાં જ પેશાબ થઈ ગયો હતો. વોમિટિંગ અને ગભરાટ શરૂ થઈ ગઈ હતી. જાેકે સારવાર મળ્યા બાદ હાલ એની તબિયત સારી છે. નવાઈની વાત એ છે કે પોલીસને ત્રણ ફોન કર્યા પણ આવી નહિ, ઘટના ને ૧૨ કલાક બાદ પણ જાે પોલીસની ઉંઘ ન ઊડતી હોય તો લોકો કેટલા સુરક્ષિત એ એક પ્રશ્ન છે.સુરતમાં ભટારની એક સોસાયટીમાં પ્રવેશ નહીં આપતા વોચમેનને કેટલાક અજાણ્યા ઈસમોએ ગેટ ઉપર જ ઢોરની જેમ ફટકારી ભારે હોબાળો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ રવિવારની રાત્રે કર્ફ્યૂમાં બનેલી ઘટના બાદ હુમલાખોરોએ ફોન કરી માણસો બોલાવ્યા બાદ વોચમેનને સોસાયટીમાં ઘૂસી ફરી ફટકારતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
