Gujarat

સુરતના સલાબતપુરામાં ૧૫ વર્ષિય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ

સુરત
સુરતના સલાબતપુરા તારવાડી મસ્જીદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો ૧૫ વર્ષીય કિશોર અરસામાં ઘર નજીકના સુલભ શૌચાલયમાં નહાવા ગયો હતો. તેને અંદર જતો જાેઈ તેના ઘર નજીક જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી (ઉ.વ.આ.૨૦ ) પણ પાછળ આવ્યો હતો. કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. કિશોરની પાછળ લબરમૂછિયાને જતો જાેઈ સુલભ શૌચાલયના વોચમેનને શંકા ગઈ હતી. તેણે અંદર જઈ તપાસ કરતા લબરમૂછિયા સાહેલ ઉર્ફે સન્નીની કરતૂતની જાણ થઈ હતી. બનાવ અંગે વોચમેને કિશોરના પિતાને જાણ કરતા તેમણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ સાહેલ ઉર્ફે સન્ની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.સુરતના સલાબતપુરા વિસ્તારમાં ૧૫ વર્ષનો કિશોર ઘર નજીકના સુલભ શૌચાલયમાં ન્હાવા ગયો હતો. ત્યારે તેની પાછળ જઈ ૨૦ વર્ષના પરિચિત યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હુતં. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ૨૦ વર્ષીય પરિચિત લવરમૂછિયાની સલાબતપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Performed-an-act-against-nature-in-the-toilet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *