Gujarat

સુરતના ૫૦થી વધુ ઉદ્યોગકારોએ અમેરિકાના એક્ઝિબિશમાં બુકિંગ કરાવ્યું

સુરત
અમેરિકાના એક્ઝિબિશનમાં સુરતના ૫૦થી વધુ ઉદ્યોગકારોએ સ્થળ પર જ બુકીંગ કરાવ્યું હતું. વધુમાં આ એક્ઝિબિશનમાં ૧૦૦થી વધુ એક્ઝીબીટર્સ ભાગ લઈ શકશે. જ્યોર્જિયાના ૩૭૩, નોર્થ કોરોલીનાના ૫૩૯, સાઉથ કોરોલીનાના ૨૦૪, ફલોરીડાના ૨૧૫, અલાબામાના ૯૦, ટેનીસીના ૧૦૫ અને વર્જિનિયાના ૧૦૭ મળી કુલ ૧૬૩૩ મેન્યુફેકચરર્સનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે બીટુબી જ્યારે બીજા દિવસે બીટુસી પર ધ્યાન અપાશે. ચેમ્બરે યુએસએની સ્થાનિક એસોસીએશન સાથે મળીને ત્યાંના બાયર્સ તથા ટ્રેડ એસોસીએશનના હોદ્દેદારો અને મેમ્બર્સને એકઝિબિશન માટે આમંત્રણ આપશે. એકઝિબિશનમાં ફેબ્રિકસ, ફાઇબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્સટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્‌સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લીધો છે. યુએસએના ટેક્સટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, એપેરલ બ્રાન્ડ્‌સ, ફેશન ડિઝાઇનર્સ વિગેરે હાજરી આપશે.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં ચેમ્બર દ્વારા દુબઇ બાદ હવે અમેરિકાના ૩ જુદા–જુદા રાજ્યોમાં ૪ દિવસ માટે ‘ગ્લોબલ ટેક્સટાઈલ ટ્રેડ ફેર’ના આયોજનની જાહેરાત કરી છે. આગામી તા.૧૦ અને ૧૧ જૂને અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટામાં એક્ઝિબિશન યોજાશે. ત્યારબાદ ૧૫ જૂને ટેકસીસ રાજ્યના ડેલેસમાં તથા ૧૮ જૂને કેલીફોર્નિયાના લોસ એન્જલસમાં ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો– વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *