Gujarat

સુરતની ટી.એન્ડ ટી.વી.સાર્વજનિક હાઈસ્કુલની  વિદ્યાર્થીની અંજલિ સિંહની અંડર 15 ગુજરાત ક્રિકેટ ટીમમાં પસંદગી                 

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 7-11-2022 નાં રોજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, સુરત ખાતે સાઉથ ઝોન (સુરત, વલસાડ, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી) નાં પસંદગી કેમ્પ (Under  15 Girls) નું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં સાઉથ ઝોનનાં 20 ક્રિકેટર્સ પસંદ થયેલ હતાં. જેમાં ટી.એન્ડ ટી.વી.સાર્વજનિક હાઈસ્કુલની શ્રેણી-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી અંજલિ સિંહનો સમાવેશ થયેલ હતો.
               આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ પસંદગી કેમ્પમાં અંજલિ સિંહ ગુજરાત ક્રિકેટ ટીમ (Under 15) માં પસંદગી પામેલ છે. તેણીની આ ઉપલબ્ધિ બદલ શાળાનાં આચાર્ય સી.ડી.પટેલ, ટી.એન્ડ ટી.વી.શાળા પરિવાર તેમજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી ગૌરવસહ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *