Gujarat

સુરતની વીર નર્મદ યુનિ.ની એલએલબીની સેમેસ્ટર ૩ – ૫ની પરિક્ષા ઈલેક્શન પછી લેવા ર્નિણય,વિદ્યાર્થીઓએ કરી રજૂઆત

સુરત
નર્મદ યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર-૩ અને સેમેસ્ટર ૫ની પરીક્ષા લંબાવવામાં આવી છે. નવા સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ સંદર્ભે જવાના હોવાથી પરીક્ષા ચૂંટણી પછી લેવા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરી હતી.જેને ધ્યાને રાખી પરીક્ષા લંબાવાનો ર્નિણય કર્યો છે. વી૨ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષા ૧૪મી નવેમ્બર, ૨૦૨૨થી ૧૮મી નવેમ્બર, ૨૦૨૨ સુધી લેવાવાની હતી.પરંતુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લંબાવવામાં આવી છે. આવનાર વિધાનસભાના ઇલેક્શનને ધ્યાને રાખી યુનિવર્સિટી દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.ઇલેક્શન પૂર્ણ થઈ ગયા બાદ એલએલબી સેમ ૩ અને ૫ની પરીક્ષા રાખવાનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા લંબાવવા બાબતે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મતદાન જાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમમાં જાેડાવાના છે.આથી પરીક્ષા ચૂંટણી પછી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેને પગલે પરીક્ષા લંબાવવામાં આવે છે.એલએલબી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર પરીક્ષા ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨થી ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લેવામાં આવશે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *