સુરત
સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ એ જણાવ્યું હતું કે, ૩૧ ડિસેમ્બરના રોજ શહેરમાં શાંતી અને સલામતિ જળવાઈ રહે તે અનુસંધાને કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું હતું કે આધારભુત બાતમી હકીકત આધારે મોટા વરાછા ઉતરાણ બ્રિજ નીચેથી એક ઓટો રિક્ષામાંથી ૬ જેટલા શકાસ્પદ ઈસમો ને પકડી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી ૨ લોડ તમંચા ૧ પિસ્ટલ તેમજ ૩ જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તપાસ હાયહ ધરી હતી. પકડાયેલા આરોપી પૈકીના શીવા બ્રિજેશ પ્રતાપસિંગની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બે વર્ષ પહેલા દિવાળીના સમયે સહ આરોપી અરુણસિંગ પોતાની સાથે મધ્યપ્રદેશથી હથીયારો સાથે બનવારી સિયારામ, લલ્લીને સુરત બોલાવી કાપોદ્રા અને પુણા વિસ્તારમાંથી બે મોટર સાયકલોની ચોરી કરી હતી. તે ચોરીની મો.સા. ઉપર પુણા વિસ્તારમાં આવેલા વિધાતા જ્વેલર્સની ૧૦ દિવસ સુધી રેકી કરી દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્શના શો-રૂમમાં પિસ્ટલો સાથે ઘુસી શો-રૂમના માલીકને માર-મારી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની લૂંટ કરી સરખા હિસ્સે ભાગ પાડી મધ્યપ્રદેશ ના મુરેના ખાતે ભાગી ગયા હતા. આરોપીઓ મધ્યપ્રદેશથી હથીયારો લઈ લૂટ-ધાડ કરવાની હોય તે શહેરમાં ભાડે રૂમ રાખી અને વાહનચોરી કરી જે જગ્યાએ લૂટ-ધાડ કરવાની હોય એ જગ્યાની રેકી કરી પોતાની ઓળખ છતી ના થાય તે માટે મોઢે રૂમાલ હેલ્મેટ પહેરી સોના-ચાંદીના દાગીના ના શો રૂમ તેમજ મની ટ્રાન્સફરની દુકાનો ટાર્ગેટ કરી દિવસ દરમ્યાન રેકી કરી હથીયાર બતાવી માર-મારી લૂટ-ધાડ કરી ચોરેલ વાહન બીન-વારસી મુકી ભાગી જવાની એમ.ઓ ધરાવે છે.સુરતમાં પ્રાણઘાતક હથીયારો સાથે લૂટ-ધાડ ફાયરીંગ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના ૬ આરોપીઓને ૨ લોડેડ તમંચા ૧ પિસ્ટલ અને ૩ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવી છે. બે વર્ષ પહેલા દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્સમાં થયેલા ચક્ચારી ધાડ અને વરાછામાં મનીટ્રાન્સફરના માલીકને મારમારી લૂટ કરનાર આરોપીઓને ઝડપી પાડી ધાડ-લૂટનાં ગુનાઓનો ભેદ ઉકેલવમાં ડ્ઢઝ્રમ્ને મોટી સફળતા મળી છે.


