Gujarat

સુરતમાં ઈવી સ્કુટરનો ડેમો દેવાને બહાને યુવકે મહિલાની છેડતી કરી

સુરત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સુરક્ષિત નથી. ક્યાંકને ક્યાંક મહિલાઓ સાથે છેડતી, અડપલા, દુષ્કર્મ જેવા કિસ્સાઓમાં સતત વધારો થતો રહ્યો છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક મહિલાની છેડતી કરવામાં આવી હતી. ઈલેક્ટ્રીક કંપની ઓલાના સ્કૂટરનો ડેમો દેખાડવા આવેલા યુવકે મહિલાને છાતીના ભાગે સ્પર્શ કરી જાતીય સતામણી કરી હતી. જેથી મહિલાએ આ અંગે ફરિયાદ આપતા અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ આપેલી ફરિયાદ અનુસાર તારીખ ૩૦ જુલાઈના બપોર દરમિયાન અડાજણ પાલનપુર ગામ નક્ષત્ર એમ્બેસીની બાજુમાં આવેલ શોપીંગ સેન્ટરમાં રિતેષભાઇને ઓલા કંપનીનો સ્કૂટરનો ડેમો દેખાડવા આવ્યો હતો. તે વખતે વાતચીત કરતા કરતા રિતેશભાઇએ મહિલાની છાતીના ભાગે હાથ ફેરવી જાતીય સતામણી કરી હતી. બાદમાં તે નાસી ગયો હતો. જેથી તે વખતે કોઈ ફરિયાદ મહિલા દ્વારા કરવામાં આવી નહોતી ગઈ ૧૨મી ઓગસ્ટના રોજ મહિલા બપોરના ગૌરવપથ રોડ ઉપરથી નોકરીના કામે જતી હતી. તે વખતે બે અજાણ્યા ઇસમો જેના ચહેરા ઉપર માસ્ક પહેરેલ હોય જેણે કેવા કપડા પહેરેલ હતા તે યાદ નથી. આ બંને ઈસમ મહિલા પાસે તેમની એક્ટીવા ગાડી લઈને આવેલા અને ગાળાગાળી કરી ચાલી ગયા હતા. સતત માનસિક ત્રાસ આપતા ઈસમો સામે મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *