સુરત
કોરોના સંક્રમણમાં પણ ભારે વધારો થયો છે. સુરત શહેર જિલ્લામાં નવા ૩૭૦૯ કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને ૧,૮૫,૮૮૪ પર પહોંચ્યો છે. જ્યારે ૨ મોત સાથે મૃત્યુઆંક વધીને ૨૧૪૦ થયો છે. આજે શહેરમાંથી ૨૩૧૩ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને ૧,૫૮,૦૩૨ થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ ૨૫,૭૨૬ એક્ટિવ કેસ છે. ૭ વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં નોંધાયા છે. ૯ વ્યક્તિઓ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. ૧૫ વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. જિલ્લામાં કોરોના સંક્રમણ અત્યાર સુધીની પહેલી અને બીજી લહેર કરતાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે ત્યારે ગુરુવારના રોજ ૭૩૦ દર્દીઓ સાથે જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત નો આંક ૩૬૭૦૭ પર પહોંચ્યો છે. તો છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૩ દર્દીઓ સાજા થતાં ૩૩૩૬૦ દર્દીઓ સાજા થયા છે. ગુરુવારના રોજ જિલ્લામાં બારડોલી,કામરેજ એ ઓલપાડ તાલુકામાં ૧૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે જિલ્લા મહુવા તાલુકા બામણીયા ગામે ૫૩ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થતાં જિલ્લામાં કુલ મૃત્યુ આક ૪૯૮ થયો છે તો હાલ ૨૮૪૯ દર્દીઓ કોરોના સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. ગતરોજ એક જ દિવસમાં સુરત ૩૭૦૯ કેસ નોંધાયા છે. આ સાથે અઠવા ઝોનમાં બે દર્દીના મોત થયા છે. જ્યારે ૨૩૧૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ ૧૧૦૫ કેસ નોંધાયા છે. જે કુલ કેસના ૩૦ ટકા થાય છે. વિતેલા ૨ સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં ૬ ગણો વધારો થયો છે.
