સુરત
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસીયા (ઉ.વ.૨૭) વરાછા કો-ઓપરેટિવ બેન્કના એટીએમસેન્ટરમાં પ્રવેશે છે. બેગમાં રૂપિયા ભરીને એટીએમમાં પ્રવેશ કરતાંની સાથે અન્ય ત્રણ ઈસમો જાણે તેનો પીછો કરતા હોય અને બેગમાં રકમ મોટી છે. તે પ્રકારની માહિતી હોય તે રીતે અંદર પ્રવેશે છે. યુવક જ્યારે એટીએમતરફ મો રાખીને ઊભો રહેતો હોય છે. ત્યારે તેની પાછળ ત્રણ ઈસમો આવીને ઊભા રહી જાય છે. યુવકની પાછળ યુવકો ઉભા રહેતા તેનો અંદાજ આવી ગયો હતો કે, તેઓ બદ ઇરાદાથી એટીએમકેબિનમાં પ્રવેશ્યા છે. યુવક પોતાનો બચાવ કરે તે પહેલાં જ તેમણે તિક્ષણ હથિયાર કાઢીને તેની બેગમાંથી રહેલી રોકડ રકમ લૂંટી લઇ ફરાર થઈ ગયા હતા. લૂંટની જે ઘટના બની છે. તેના સીસીટીવી સામે આવ્યા બાદ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઇ જાણભેદુ દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. યુવક પાસે મોટા પ્રમાણમાં રકમ છે. એ બાબતની તેમને જાણ હોઈ શકે છે. હાલ સીસીટીવીના આધારે સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોધી લૂંટારાના પગેરું મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.સુરતમાં લૂંટારૂઓ જાણે બેખૌફ થઈ ગયા હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં યુવક વરાછા કો-ઓપરેટિવ બેંકના એટીએમમાં રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો. તે દરમિયાન ત્રણ જેટલા શખ્સો એટીએમમાં પ્રવેશ કરીને યુવક પૈસા ભરી રહ્યો હતો. તેની આસપાસ ગોઠવાઈ જઈને ચપ્પુ જેવું તિક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી. ચહેરા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવેલા લૂંટારૂઓના ચહેરાથી યુવક તેને ઓળખી શક્યો નહોતો. જાે કે, લૂંટારૂઓએ ચલાવેલી લૂંટ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.