Gujarat

સુરતમાં ઘરેથી બહાર ગયેલા પુત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ

સુરત
સુરતમાં રાંદેર પાલનપુર પાટીયા નજીક એક યુવાન સિક્યુરિટી ગાર્ડને ચપ્પુ ઘુસાડી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક રવિના મામાએ કહ્યું કે, નોકરી પરથી આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસે ૫૦ રૂપિયા લઈને નીકળેલો રવિ ૧૦ મિનિટમાં આવું છું કહીને ગયો હતો અને પોસ્ટમોર્ટમ રૂમમાં આવીને સૂઈ ગયો, ખબર નહીં કોની નજર લાગી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પિતાના અવસાન બાદ વિધવા માતાને આર્થિક મદદ કરવા માટે રવિએ સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. મોટો દીકરો હોવાથી ઘરની બધી જ જવાબદારી એના પણ આવી ગઈ હતી. એક નાનો ભાઈ અને ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા વિધવા માતાને મોડી રાત્રે હોસ્પિટલમાંથી આવેલા ફોન પર જાણ કરાતા આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. વધુમાં જણાવ્યું હતું કે નોખરી પરથી આવીને રવિએ ઘરમાં બેગ મૂક્યું અને માતા પાસે ૫૦ રૂપિયા લઈ ૧૦ મિનિટમાં આવું છું કહીને ગયો હતો. ૩૦ મિનિટ બાદ માતાએ એને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જાેકે થોડીવાર પછી મિત્રોએ ફોન પર જાણ કરી હતી કે રવિની હત્યા થઈ ગઈ, આ સાંભળી આખું પરિવાર રડતું થઈ ગયું હતું. ૧૦ મિનિટનું કહીને ગયેલો રવિ પોસ્ટમોર્ટમમાં આવીને સૂઈ જશે એની ખબર ન હતી નહિંતર જવા ન દીધો હોત. વધુમાં જણાવ્યું હતું કે ૬-૮ મહિના પહેલા ઘર પાસે રહેતા અક્ષય નામના યુવક પાસે રવીનો કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારે અક્ષયે રવિને લોખંડના સળિયા વડે ઢોરની જેમ ફટકાર્યો હતો. પોલીસે લગભગ પૂછપરછ માટે અક્ષયની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે. જાેકે રવિનો હત્યારો અને હત્યા પાછળનું કારણ ૧૨ કલાક બાદ પણ હજી જાણી શકાયું નથી. રાંદેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

The-knife-killed-me.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *