સુરત
સુરતના વેડરોડ વિસ્તારમાં માથાભારે તત્વોએ દુકાનદાર પર લોખંડના પાઈપ, લાકડાના ફટકા વડે હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાઓને બાઈક શીખવીને દુકાનની સામે પાર્ક કરતાં લોકોને દુકાનદારે થોડે દૂર બાઈક પાર્ક કરવા કહ્યું હતું. જાે કે, આ વાતથી ઉશ્કેરાયેલા લોકોએ હુમલો કર્યો હતો. જેમાં દુકાનદારને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે ૧૬ ટાંકા આવ્યાં હતાં. ગત ૨૯મી ડિસેમ્બરે સર્જાયેલી ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસમાં પણ ફરિયાદ આપવામાં આવી છે. જાે કે, કોઈ કાર્યવાહી ન થઈ થઈ હોવાનું દુકાનદાર કહી રહ્યો છે. પરેશ ગણપતભાઈ પટેલ (પાન અને કોલ્ડ્રિન્ક સેન્ટરના માલિક)એ જણાવ્યું હતું કે, હુમલાના આગળના દિવસે એટલે કે, ૨૮મીના રોજ હું મારી દુકાનમાં હતો. બાઇક ચાલક કોઈને બાઇક શીખવાડી મારી દુકાન બહાર પાર્ક કરી રહ્યો હતો. મેં એટલું જ કહ્યું ભાઈ, મારી બે કાર પાર્ક થયા બાદ ગ્રાહકોની અવર જવર માટે જગ્યા રહે. એ માટે બાઇક થોડે દૂર પાર્ક કરો, બસ એ વાતને લઈ ત્રણ જણાં ઝઘડા પર ઉતરી પડ્યા હતા. જાેકે થોડી રકઝક તેઓ ચાલ્યા ગયા હતા. બીજા દિવસે ફરી ત્રણ-ચાર જણા આવ્યા હતા. દુકાનમાં ઘૂસીને ગાળા ગાળી કરવા લાગ્યા હતાં. મેં તેઓને દુકાનમાંથી બહાર કાઢી ગ્રાહક છે અપશબ્દો ન બોલો કહેતા બહાર નીકળી ગયા હતાં. થોડીવાર બાદ હું બહાર નીકળતા મારી ઉપર તૂટી પડ્યા હતા. લોખંડના પાઇપ, ફટકા વડે જાહેરમાં માર માર્યો હતો. લોકો ભેગા થઈ જતા ભાગી ગયા હતા. મને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ડાબા હાથમાં ફ્રેક્ચર હતું. પ્લેટ મૂકી ૧૬ ટાંકા લેવા પડ્યા હતા. માથામાં ૬ ટાંકા આવ્યા છે. આજે જ રજા મળી છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

