Gujarat

સુરતમાં પિતા ઠપકો આપતા પુત્રીએ આત્મહત્યા કરી

સુરત
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં રહેતા પિતાએ સિવણ કલાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો છોડી દે કહેતા ૧૯ વર્ષીય દીકરીએ એકલતાનો લાભ લઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે ખુશ્બુ આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી કરી આગળની તપાસ હાથ ધરી છે. અજયકુમાર પ્રસાદ એ જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની છે. વર્ષોથી સુરતમાં જ રહે છે. મિસા સિક્યુરિટીમાં સુપર વાઇઝર તરીકે કામ કરી પરિવારનું ગુજરા નાના દીકરાનો ફોન આવ્યો ને કહ્યું ડેડી ખુશ્બુ સિવણ ક્લાસમાંથી હજી આવી નથી, ૪૫ મિનિટ થઈ ગઈ, શુ કરું. બસ સાંભળી હોંશ ઉડી ગયા હતા. કંપનીનો ગેટ પાસ બનાવી ઘરે આવવા નીકળ્યો ને થોડી જ વારમાં ફરી ફોન આવ્યો ડેડી બહેન આવી ગઈ છે. થોડી ચિંતા ઓછી થઈ પણ ઘરે જઈને દીકરીને એટલું જ કહ્યું કે જાે રોજ રોજ મોડું થતું હોય તો સિવણ કલાસ બંધ કરી દે. વધુમાં જણાવ્યું હતું કે પરિવાર ભોજન કરી છૂટો પડ્યો હતો. હું નોકરી પર જવા નીકળ્યો ને પત્ની ખુશ્બુને લઈ આરામ કરવા રૂમમાં ચાલી ગઈ હતી. લગભગ ૩-૪ની વચ્ચે પત્ની બાથરૂમ ગઈ પરત આવી તો દીકરી પંખા સાથે ફાંસો ખાય લટકી રહી હતી. બુમાબુમ કરી દુપટ્ટો કાપી દીકરીને નીચે ઉતર્યા બાદ નજીકના દવાખાને લઈ જતા મૃત જાહેર કરી દેવાઈ હતી. હજી કંપનીના પ્રવેશ જ કરું છું ને પત્નીનો ફોન આવ્યો તમે જલ્દી ઘરે આવી જાઉં. બસ આ સાંભળી કંઈક અનહોનીના સંકેત આવી ગયા હતા. સચિન ય્ૈંડ્ઢઝ્ર પોલીસે જણાવ્યું હતું કે ખુશ્બુ આપઘાત કેસમાં ફોન હોસ્પિટલમાંથી આવ્યો હતો. સ્થળ તપાસ ચાલે છે, પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરાઈ છે.

The-daughters-life-was-cut-short-by-strangulation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *