સુરત
સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા ૧૧૩ કેસ નોંધાયા હતા. સિટીમાં ૭૫ કેસ અને જિલ્લામાં ૩૮ કેસ નોંધાયા હતા. છેલ્લા ૧૩૦ દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં ૬૫૫ એક્ટિવ કેસ છે. જેમાંથી ૧૯ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ ૯૯ દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. શહેરમાં ૭૫ અને જિલ્લામાં ૩૮ કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૧૧૩ કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૦૭૭૦૫ થઈ છે. શહેરમાં ૮૧ અને જિલ્લામાં ૧૮ મળી શહેર-જિલ્લામાં ૯૯ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ ૨૦૪૮૧૦ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ૧૫ જુલાઈથી દેશભરમાં ૧૮થી ૫૯ વયના લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો આરંભ કરાયો હતો. હાલમાં પ્રિકોશન ડોઝને લઇ લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો નથી. શહેરમાં ૯ લાખથી વધુ લોકો પ્રિકોશન ડોઝને પાત્ર છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના ૧૩૭ સેન્ટર પર પ્રિકોશન ડોઝની વ્યવસ્થા કરી છે. પાત્રતા ધરાવતા લોકો સીધા સેન્ટર પર જઇ રસી મુકાવી શકે છે. બીજાે ડોઝ મુકવાને ૬ મહિનાનો સમય થઇ ગયો હોય તેવા લોકો પણ પ્રિકોશન ડોઝ મુકાવી શકે છે.

