સુરત
મોરાભાગળ વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકમાં રોકડની ચોરી થઈ હતી જેના સીસીટીવી સામે આવ્યા છે. બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિમલાબેન પટેલે કેબિનમાં રોકડ રાખી મૂકી હતી અને કોઈ કારણસર કામ માટે બહાર આવ્યા હતા. દરમિયાન તેમના કેબિનમાંથી માસ્કધારી એક યુવકે હાથ સાફ કરી લીધો હતો. અજાણ્યા માસ્કધારી યુવાને કેશિયરની કેબીનના ડ્રોઅરમાંથી રોકડા રૂ.૧.૯૩ લાખ તફડાવીને રફુચક્કર થઇ ગયો હતો. મેડમ તમારા શહેરના મોરાભાગળ સ્થિત ડ્રોઅરમાંથી કંઇક ગયું લાગે છે. એસબીઆઇ બેંકની શાખામાં સિનીયર ક્લાર્ક વિમલાબેન તુરંત જ પોતાની કેબિનમાં દોડી ગયા હતા અને ચેક કરતા રૂપિયા ગાયબ હતા. જેથી તેમણે તુરંત જ બેંકના સીસીટીવી ફૂટેજ જાેતા અંદાજે ૩૫ વર્ષીય યુવાન કેશિયર કેબિનની અંદર આવી ડ્રોઅર ખોલી તેમાં મુકેલા રોકડા ૧.૯૩ લાખ રૂપિયા કાપડની થેલીમાં મુકી બેંકમાંથી ઝડપથી બહાર જતા નજરે પડ્યો હતો. રાંદેર પોલીસની તપાસમાં રોકડ તફડાવનાર ચારથી પાંચ જણા હોવાનું ચાર રીક્ષા બદલી કામરેજ સુધી પહોંચ્યા હોવાનું બહાર આવ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે યુવાન બેંકની અંદર આવે છે અને તે કેબિન પાસે પહોંચે છે. ત્યાં પહોંચતા તે આસપાસ નજર નાખે છે કે તેના ઉપર કોઈની નજર તો નથી. ત્યારબાદ ખૂબ જ ચતુરાઈપૂર્વક કેબિનના ડ્રોઅરમાંથી રોકડ રકમ લઇને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે.


