Gujarat

સુરતમાં વરસાદમાં ધોવાયેલ રસ્તાઓ કોન્ટ્રાક્ટરોના ખર્ચે રિપેર કરાશે

સુરત
સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેને આજથી પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રિપેર કરાશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સિઝનનો ૮૮૩ મિલી મીટર વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. જેના કારણે ઘણા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત હાલતમાં હતા. જેથી તમામ રસ્તાઓનો સર્વે કરીને આજથી રિપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હોટ મિક્સ પ્લાન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેથી ત્રણેક દિવસમાં તમામ રસ્તાઓ રીપેર કરી દેવામાં આવશે. પાલિકાને ખરાબ રસ્તાઓ માટેની ઓનલાઈન ફરિયાદો પણ લોકો દ્વારા કરવામાં આવી હતી. મેયર ડેશબોર્ડ વોટ્‌સએપ નંબર અને પાલિકાની એપ્લિકેશન મારફતે લોકોએ ખરાબ રસ્તાની ફરિયાદ કરી હતી. તેના પર તાત્કાલિક અમલથી ખરાબ રસ્તાઓ રિપેર કરવામાં આવશે.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *